
Quiz Answer :નીચે જણાવેલ સ્કૂલોમાંથી ભારતની સૌથી જૂની સ્કૂલ કઈ છે?

Umreth's first song
અમે ઉમરેઠના... અમે ઉમરેઠના...
દિલથી દિલદાર અમે ઉમરેઠના...
અમે ઉમરેઠના... અમે ઉમરેઠના...
ગર્વથી કહીએ અમે ઉમરેઠના...
મોજીલા મનના, યારોના યાર,
મળે તો કરી દઈએ પ્રેમનો વરસાદ...
ચોકમાં મળીએ, ઓટલે બેસીએ,
રાતભર વાતોમાં દુનિયા ભૂલીએ...
સુખમાં પણ સાથે,
દુઃખમાં પણ સાથે,
એ જ તો ઓળખાણ અમારી રે...
અમે ઉમરેઠના... અમે ઉમરેઠના...
દિલથી દિલદાર અમે ઉમરેઠના...
અમે ઉમરેઠના... અમે ઉમરેઠના...
જીવન જીવતા અમે ઉમરેઠના...
ખાવાના શોખીન, દિલના અમીર,
ભજિયા ને ગાંઠિયામાં શોધીએ તહેવાર...
ચા ની કીટલી, મિત્રોની મહેફિલ,
હાસ્યમાં વીતી જાય આખી સાંજ...
ઉત્તરાયણ આવે,
દિવાળી ઝળહળે,
ગરબા ગૂંજે નવરાત્રીમાં...
મંદિરના ઘંટો,
બજારની રોનક,
વૃદ્ધોની વાતોનો ખજાનો...
ગામની ગલીઓ,
બાળપણની યાદો,
હૈયામાં વસેલો ઉમરેઠ આપણો...
કોઈ અમદાવાદ,
કોઈ અમેરિકા,
તોય દિલમાં ઉમરેઠ જીવંત...
જ્યાં પણ રહીએ,
યાદો સાથે લઈએ,
માટીનો સુગંધિત સંબંધ...

😃 “ખરા ઉમરેઠીયનનું લાઇસન્સ” મેળવવું છે?
😃 “ખરા ઉમરેઠીયનનું લાઇસન્સ” મેળવવું છે?
❤️ Follow કરો MyUmreth અને DM કરો તમારું નામ અને મેળવો તમારું પર્સનલાઇઝ્ડ સર્ટિફિકેટ!
#અમેઉમરેઠના #MyUmreth
https://www.facebook.com/share/191h7uAHh8/?mibextid=wwXIfr
🙏 નોંધ: આ સર્ટિફિકેટ માત્ર રમૂજ સાથે ઉમરેઠ પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે છે. બાકી ઉમરેઠીયન હોવાનો અસલી પુરાવો તો તમારા દિલમાં રહેલું ઉમરેઠ જ છે! ❤️😄

❤️ અમે ઉમરેઠના! ❤️
શું તમને ગર્વ છે કે તમે ઉમરેઠના છો?
જો હા, તો આવો સમગ્ર વિશ્વને બતાવીએ કે ઉમરેઠ આપણું શહેર જ નહીં, પણ આપણી ઓળખ છે.
🎁 ભાગ લો "અમે ઉમરેઠના" કોન્ટેસ્ટમાં અને મેળવો આકર્ષક T-Shirt, Badge અથવા Sticker!
ભાગ લેવા માટે માત્ર 3 સરળ સ્ટેપ્સ:
✅ "અમે ઉમરેઠના" લોગો તમારા Facebook અથવા WhatsApp Profile Picture તરીકે ઓછામાં ઓછા 1 દિવસ માટે મૂકો.
✅ આ પોસ્ટને Share કરો અને તમારા ઉમરેઠના મિત્રો તથા પરિવારજનોને Tag કરો.
✅ Facebook પર MyUmreth.com પેજને Follow કરો.
🏆 તમામ યોગ્ય એન્ટ્રીઓમાંથી Lucky Draw દ્વારા વિજેતાઓ પસંદ કરવામાં આવશે.
વિજેતાઓને Facebook Messenger / DM દ્વારા જાણ કરવામાં આવશે અને ઇનામ તેમના સરનામે પહોંચાડવામાં આવશે.
📌 વિશેષ નોંધ: ઇનામની ડિલિવરી માત્ર ભારતની અંદર જ શક્ય છે. જો કોઈ NRI મિત્ર વિજેતા બને તો તે ભારતમાં રહેતા પોતાના મિત્ર અથવા સગાનું નામ ડિલિવરી માટે આપી શકશે.
ઉમરેઠ માત્ર આપણું શહેર નથી…
તે આપણી ઓળખ, આપણી યાદો અને આપણી લાગણીઓનો એક ભાગ છે.
તો રાહ શાની?
હમણાં જ ભાગ લો અને ગર્વથી કહો…?

શુ ઉમરેઠ ના કોઈ સ્થળ ને ગુજરાતના ટુરિસ્ટ એટ્રેક્શન તરીકે વિકસાવી શકાય ?
ઉમરેઠ ની જાહોજલાલી પાછી લાવી શકાય — એક વિચાર
એક સમય હતો જ્યારે ઉમરેઠ વેપાર, સંસ્કૃતિ અને ધાર્મિક ઓળખ માટે સમગ્ર વિસ્તારમાં જાણીતું શહેર હતું. આજે પણ ઉમરેઠ પાસે એવો ઐતિહાસિક વારસો, ધાર્મિક સ્થળો અને સાંસ્કૃતિક ઓળખ છે, જેને યોગ્ય આયોજન અને વિકાસ દ્વારા ફરી જીવંત બનાવી શકાય.
ગુજરાતમાં આજે અનેક નાના શહેરો અને ગામો ટુરિઝમના કારણે નવી ઓળખ મેળવી રહ્યા છે. ડાકોર, પાવાગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અડાલજની વાવ જેવા સ્થળોએ દર્શાવ્યું છે કે જો યોગ્ય રીતે વિકાસ થાય, તો નાના સ્થળો પણ રાજ્ય અને દેશભરમાં આકર્ષણ બની શકે. ઉમરેઠ પણ આ દિશામાં આગળ વધી શકે છે.
પગલાંનું મંદિર – ઉમરેઠની વિશિષ્ટ ઓળખ
ઉમરેઠમાં આવેલ “પગલાંનું મંદિર” શહેરની સૌથી અનોખી ઓળખ બની શકે છે. એવી માન્યતા છે કે અહીં ભગવાન રણછોડજીના પગલાં પડ્યા હતા. ડાકોર યાત્રા પર જતા લાખો યાત્રાળુઓ માટે આ સ્થળને યાત્રાધામ સર્કિટ સાથે જોડવામાં આવે તો ઉમરેઠને નવી ઓળખ મળી શકે.
“રણછોડજી મંદિર પહેલા રણછોડજીના પગલાં” — આ વિચાર પોતે જ એક અનોખું આધ્યાત્મિક આકર્ષણ બની શકે.
ભદ્રકાળી વાવ – હેરિટેજ ટુરિઝમ માટે તક
ગુજરાતની પ્રાચીન વાવો આજે વિશ્વભરમાં આર્કિટેક્ચર અને હેરિટેજ માટે જાણીતી છે. ઉમરેઠની ભદ્રકાળી વાવનું સંરક્ષણ અને વિકાસ કરવામાં આવે તો તે પણ એક મહત્વપૂર્ણ હેરિટેજ સ્થળ બની શકે. હાલમાં પણ આ વાવ વિશે પ્રવાસન વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પર માહિતી જોવા મળે છે.
લાઇટિંગ, સફાઈ, માહિતી બોર્ડ, ફોટો પોઇન્ટ અને હેરિટેજ વોક જેવી વ્યવસ્થા દ્વારા આ સ્થળ યુવાનો અને પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બની શકે.
ચંદ્રમૂળેશ્વર મહાદેવ અને ધાર્મિક પરંપરા
ઉમરેઠના પ્રાચીન મંદિરો, ખાસ કરીને ચંદ્રમૂળેશ્વર મહાદેવ જેવા સ્થળો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. શ્રાવણ માસ, મહાશિવરાત્રી અને ધાર્મિક ઉત્સવો સાથે આ સ્થળોને પ્રમોટ કરવામાં આવે તો ધાર્મિક પ્રવાસન વિકસાવી શકાય.
ઉમરેઠના તળાવો અને શહેરની જૂની ઓળખ
ગામના તળાવો, જૂના વિસ્તારો, પોળ સંસ્કૃતિ અને પરંપરાગત બજારો પણ ઉમરેઠની ઓળખ છે. જો આ વિસ્તારોમાં સફાઈ, લાઇટિંગ, બેસવાની સુવિધા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય તો તે પરિવાર સાથે ફરવા માટેનું આકર્ષણ બની શકે.
ડાકોર યાત્રા સાથે ઉમરેઠને જોડવાની તક
દર વર્ષે લાખો લોકો ડાકોર દર્શન માટે આવે છે. જો યોગ્ય માર્ગદર્શન, સાઇનેજ, સોશિયલ મીડિયા પ્રમોશન અને યાત્રા રૂટ સાથે ઉમરેઠના સ્થળોને જોડવામાં આવે તો ઘણા યાત્રીઓ ઉમરેઠની મુલાકાત પણ લઈ શકે.
શું કરી શકાય?
* હેરિટેજ વોક અને ગાઇડેડ ટૂર
* ડાકોર યાત્રા સાથે ઉમરેઠનું બ્રાન્ડિંગ
* વાવ અને ઐતિહાસિક સ્થળોનું રીસ્ટોરેશન
* તળાવો અને જાહેર સ્થળોનું બ્યુટિફિકેશન
* સાંસ્કૃતિક અને ફૂડ ફેસ્ટિવલ
* સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્રમોશન
* ફોટોગ્રાફી અને ઇતિહાસ પ્રદર્શન
* સ્થાનિક હસ્તકલા અને ફૂડ માર્કેટ
જનપ્રતિનિધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા
ઉમરેઠની જાહોજલાલી પાછી લાવવા માટે સ્થાનિક નગરપાલિકા, વિધાનસભા અને લોકસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો નવા નિયુક્ત થયેલ નગરપાલિકા હોદ્દેદારો, ધારાસભ્ય અને સાંસદ આ મુદ્દે ગંભીર પ્રયાસ કરે, સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગ્રાન્ટ લાવે અને લાંબા ગાળાનો વિકાસ વિઝન બનાવે, તો ઉમરેઠને ફરી એક વખત ધમધમતું બનાવી શકાય.
આ વિકાસ માત્ર ટુરિઝમ પૂરતો નહીં રહે, પરંતુ સ્થાનિક વેપાર, રોજગારી, હોટેલ, ફૂડ બિઝનેસ અને શહેરની અર્થવ્યવસ્થા માટે પણ લાભદાયક બની શકે.
અંતમાં…
ઉમરેઠ પાસે વારસો છે, સંસ્કૃતિ છે, ઓળખ છે અને સૌથી મહત્વની વાત — સંભાવનાઓ છે. જરૂર છે તો માત્ર એક સંકલ્પની અને સહિયારા પ્રયાસોની.
શું ઉમરેઠ ફરી એક વખત ગૌરવશાળી ટુરિસ્ટ ટાઉન બની શકે?
આપનો અભિપ્રાય કમેંટમાં જરૂર જણાવો.
અમે ઉમરેઠના.......


શું તમને એવું કહેવામાં ગર્વ છે ?
MyUmreth ના ફેસબુક પર લાઇક અથવા કમેંટ કરી તમારા ઉમરેઠ માટેની લાગણી જણાવો
ઉમરેઠ ના આગામી નગરપાલિકા પ્રમુખ કોણ ?
લોકમત થયો સાચો… હવે વિકાસની નવી શરૂઆત!
થોડા સમય પહેલા myumreth.com દ્વારા ઉમરેઠ નગરપાલિકાના આગામી પ્રમુખ કોણ? તે અંગે એક ઓપિનિયન પોલ કરવામાં આવ્યો હતો. અત્યંત આનંદ સાથે જણાવવાનું કે, જનતાનો મિજાજ એકદમ સચોટ સાબિત થયો છે!
આપણી પસંદગીના બંને ટોચના ઉમેદવારોની વરણી કરવામાં આવી છે. ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ પદે બિરાજમાન થવા બદલ મીનાબેન પટેલને અને કારોબારી ચેરમેન તરીકે જવાબદારી સંભાળવા બદલ હેમાલીબેન શુક્લાને ખૂબ ખૂબ અભિનંદન!
લોકોની પસંદગી અને અંતિમ પરિણામો એક સમાન રહ્યા છે. હવે આ ચૂંટાયેલા નેતાઓ માટે જનતા સાથે કરેલા વાયદાઓને પૂર્ણ કરવાનો અને ઉમરેઠના વિકાસમાં યોગદાન આપવાનો સમય છે.
નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 💐




ઉમરેઠમાં તમારી favourite ખાણીપીણીની દુકાન કઈ છે?
ઓનલાઇન પોલ શરૂ થશે- ૧૧/૫ થી


ચરોતરનો ઉમરો -ઉમરેઠ
આશરે ૧૫૦૦ વર્ષ જેટલો પ્રાચીન ઈતિહાસ પોતાના અસ્તીત્વ સાથે સાંકળી રહેલું ઉમરેઠ નગર ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું સંશોધનાત્મક સ્થળ ગણાય .
ઉત્તર અક્ષાંસ રર જર ’ તથા પૂર્વ રેખાંશ ૭૩૧૭ ’ ઉપર ઉમરેઠ નગર વસેલું છે . ગામની ચારે બાજુએ આવેલા કોટના અવશેષરૂપે હજીએ ઊભેલા ૬ દરવાજા ૬ બારીઓ , મુખ્ય ચાર બજારો , પર થી યે વધુ પોળ , કસ્બાઓ , ૪૫ જેટલી સંખ્યામાં ધર્મશાળા અને ધાર્મિક સ્થાનકો , ચાર મોટા તળાવો અને અનેક કુવાઓ , તથા બેનમુન શિલ્પ સ્થાપત્યવાળી વાવ વિગેરે પ્રાચીનકાળની જાહોજલાલીની શાખ પુરે છે . ઉમરેઠની એક છેડે પીપળીયા તળાવ , બીજે છેડે મલાવ તળાવ , ત્રીજે છેડે વડુ તળાવ અને ચોથે છેડે રામ તળાવ એમ ચારે દિશાઓએ આવેલ તળાવો વચ્ચે લંબગોળાકારે વિસ્તરેલ ગામ ભૌગોલિક રીતે જોઇએ તો ઉધી રકાબી જેવું ભાસે છે .
ઉમરેઠમાં અખુટ જળના ૧૬૫ થી વધુ કુવા તથા કુઇઓ અસ્તીત્વ ધરાવતી હતી . ઉમરેઠ એટલે ચરોતરનો ઉમરો . આ ઉમરેઠ પહેલાં ઉમાપુરી , ઉમારાષ્ટ્ર , ઉમરાવતી , ઉદુમ્બર , ઉમાક્ષેત્ર , બ્રહ્મપુરી વિગેરે નામથી ઓળખાતું , તેનું ક્ષેત્રફળ આશરે ૬.૭૫ ચોરસ માઇલ છે .
ઉમરેઠ વિ.સં. પપપ ઇ.સ. ૪૯૯ માં લેઉઆ પાટીદાર જહા પટેલે વિસાવ્યું હતું . રાજમાતા મીનળદેવી ૧૦૯૬ એટલે સંવત ૧૧ પર ના અરસામાં ઉમરેઠની ભુમીમાં મલાવ તળાવ ખોદી તથા ભદ્રકાળીની સુંદર સાતમાળની વાવ બંધાવી હતી જે આજે પણ જોવાલાયક છે. વિ.સં. ૧૬૮૦ શ્રાવણ વદ એકાદશીના રોજ દવેજી બદ્રીનાગજીના સુત દેવેશ્વરે નવાણું મહારુદ્ર કરી શ્રી મૂળેશ્વર મહાદેવની સ્થાપના કરી . જે મૂળેશ્વર મહાદેવમાં આષાઢી જોખવામા આવે છે.
રાજવી સિદ્ધરાજ જયસિંહે વિ.સં. ૧૧૫૮ ને શ્રાવણ સુદ નોમને બુધવારે શ્રી મુળેશ્વર મહાદેવ , અષ્ટભૈરવ તથા બબ્રુવાહન ( બળીયાદેવ ) એમ ત્રણે દેવોની ગામમાં સ્થાપના કરી એ ઉપરાંત સંવત ૧૧૯૯ માં ગુજરાત નરેશ કુમારપાળે જૈન દેરાસરની સ્થાપના કરી .
વિ.સં. ૧૨૧૨ કારતક સુદી ૧૫ ને ગુરુવારના રોજ શ્રી રણછોડરાય મહારાજ ઉમરેઠમાં પધાર્યા હતા . તે હાલમાં રણછોડરાયના પગલાં તરીકે ઓળખાય છે . આ મંદિર ઇ.સ. ૧૮૬૦-૬૧ ના અરસામાં બન્યું હતું . વિ.સં. ૧૩ ના સૈકામાં ઉમરેઠમાં ઔદિચ્ય બ્રાહ્મણોનું આગમન ગોહિલ રાજપૂતો સાથે થયું હતું .
વિ.સં. ૧૫૦૦ એટલેકે ઇ.સ. ૧૪૪૪ ના અરસામાં બાજખેડાવાળ બ્રાહ્મણોએ ઉમરેઠમાં આશરો મેળવ્યો . પાટમાં આવેલ તાડકેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના ગોહિલ વંશના રાજપૂતોએ કરી હતી .
ભગવાન શ્રીચેતન્ય ઇ.સ. ૧૪૫૫ માં જાગનાથ મહાદેવ નજીકના ચોગાનમાં પધાર્યા હતા .
ભકત કવિ નરસિંહ મહેતા ઇ.સ. ૧૪૫૮ માં તેમના સભા મંડળ સહિત ઉમરેઠ પધાર્યા હતા .
ઇ.સ. ૧૪૭૪ માં મહાન સંત પરમ વૈષ્ણવ શ્રી એકનાથજી મહારાજ ઉમરેઠ નગરમાં પધાર્યા હતા .
ઇ.સ. ૧૫૯૦ માં જગદ્ગુરૂ શંકરાચાર્ય ઉમરેઠમાં પધાર્યા હતા .
ઇ.સ. ૧૪૯૪ માં ભકત કવિ મીરાંબાઇએ ઉમરેઠની મુલાકાત લીધી હતી .
સ્વામી વિદ્યાતીર્થ નામના મહાન સંતે ઇ.સ. ૧૫૦૪ માં તથા વિખ્યાત કવિ નાકરે ઇ.સ. ૧૫૧૬ માં ઉમરેઠની મુલાકાત લીધી હતી .
ઇ.સ. ૧૫ ર ૮ માં ચાંપાનેર - પાવાગઢ તુટ્યુ ત્યાંથી ખડાયતા વાણિયા ઉમરેઠમાં આવી વસ્યા હતા .
ઇ.સ. ૧ પ ૭૦ ના સમય પહેલા ઉમરેઠમાં જૈનની ઘણી જ વસ્તી હતી જૈન જે પોળમાં વસતા હતા તે હાલ સટાક પોળથી ઓળખાય છે અને વણિકોનું વ્યાપારીક સામ્રાજ્ય હતું . જૈન ધર્મી શ્રાવક મહીલાઓની ચાર સતીઓની દેરીઓ થામણા જવાના રહે છે ,
જુના સમયમાં ઉમરેઠમાં ચાર ચોરા હતા ( ૧ ) રાજપૂતોનો ચોરો ( ૨ ) વ્યાસનો ચોરો ( ૩ ) ખેડાવાળનો ચોરો ( ૪ ) પંચવટીનો ચોરો .
ઉમરેઠને વેપાર - વાણિજય તથા શરાફીક્ષેત્રે આગેવાન અને ( મોખરાનું નગર બનાવવામાં ખડાયતા વણીકો તથા બાજખેડાવાળા બ્રાહ્મણોનો બહુ મોટો ફાળો હતો .
પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ સને ૧૮૦ ૦ ના અરસામાં ઉમરેઠ ની ભૂમિને પાવન કરી હતી ,
ગાયકવાડી કર ઉઘરાવનાર અમલદાર શાહુજી ભટ્ટ તથા બાજીભટ્ટ વચ્ચે ફર ભરવા બાબદે વિવાદ થયો તેમાં બાજીભટ્ટ વેરો ભરવાનો ઇન્કાર કર્યો તેની શીક્ષારૂપે બાજીભટ્ટના આખા શરીરની ચામડી ઉતારી ખુશાલાલની હવેલી પાસે બાળવામાં આવ્યા હતા.આથીતે પોળને બળેલી પોળ તરીકે ઓળખવામાં આવે છે .
વહેરાઈ માતાની સ્થાપના ઈ.સ .૧૭૬૬ ના મહાસુદી નોમના દિવસે ગામના પંચોએ કરેલી છે .
ઈ.સ .૧૭૬૯ માં ગુરૂપૂર્ણિમાં ને દિવસે મલાવ તળાવની પાળ ઉપર ભટ્ટવાડી પોળમાં રહેતાં પ્રેમાનંદે ગુરૂદત્તાત્રેયની સ્થાપના કરી હતી .
ઉમરેઠમાં પુરાતન મંદિરો ઈ.સ. ૧૭૦૦ મી સદી દરમ્યાન બંધાયા હોવાનું જણાય છે .
શ્રી સંતરામ મહારાજનું મંદિર સને ૧૭૭ રમાં બંધાયું હતું . અને બસો વર્ષ પહેલા પંચવટીમાં કામનાથ મહાદેવનું મંદિર બંધાયું હતું . ભાલવો કૂવો ખોદતી વખતે મળેલી વારાહીમાતાની મૂર્તિ મંદિરમાં સ્થાપવામાં આવી હતી . હાલ દર વર્ષે આસો સુદ ૯ ને દિવસે લાલ દરવાજે મંગળેશ્વર મહાદેવના ચોગાનમાં ઘણીજ ધામધુમથી તથા અત્યંત ભકિતભાવ પૂર્વક વારાહીમાતાજીનો હવન થાય છે . આવો યજ્ઞ માત્ર કાશી અને ઉમરેઠમાં પુરાતન કાળથી થાય છે
. પેશ્વા સમયમાં ગણપતિનું મંદિર અને તેની ધર્મશાળા બાંધવામાં આવી હતી . વૈષ્ણવોના ત્રણ મંદિરો પણ જાણીતા છે .
. ઉમરેઠમાં પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ ૧૮૯૯ માં શરૂ થયું હતું ઈ.સ .૧૯૧૩ ના રોજ પૂજય મહાત્મા ગાંધીજી ઉમરેઠમાં પધારી પુસ્તકાલય ખુલ્લું મૂકેલું ઈ.સ .૧૮૫૯ માં પોસ્ટઓફીસ શરૂ ગઈ હતી અને ઈ.સ. ૧૮૭૪ માં રેલગાડીની શરૂઆત કરી હતી અને મ્યુનીસી પાલટીની સ્થાપના ૧૮૮૯ ના ઓકટોબરમાં થઈ હતી . ૧૮૯૦ માં ઉમરેઠની કોર્ટનું તે સમયનું અદ્યતન મકાન બનાવવામાં આવ્યું હતું . ઈ.સ. ૧૯૭૪ માં નવનિર્માણ અંદોલન થયા પછી ઉમરેઠની તમામ ક્ષેત્રની ઘટનાથી નગરજનો પરિચિત છે . ઉમરેઠ નગરે ધુરંધરો કાર્યકરો , વકીલો , ન્યાયાધીશો , ડૉકટરો , કેળવણીકારો , સચિવો , ધારાસભ્યો , પ્રધાનો , વાઇસ ચાન્સેલરો વગેરેની સમાજને ભેટ ધરી છે .
એક જમાનામાં એમ કહેવાતું કે આ નગરની માટી ચુરમું છે અને તેનું પાણી ઘી છે . જેથી અહીંના લોકો બુધ્ધિ અને બળમાં નામ કાઢે તેવા છે . હિન્દુસ્તાન અગર તો દુનિયાના છેડે પણ તમને ઉમરેઠનો માણસ તો મળશે જ .

ઉમરેઠ માત્ર એક શહેર નથી… એ તો યાદોનું ઘર છે, લાગણીઓનો ખજાનો છે અને આપણી ઓળખનો એક અભિન્ન ભાગ છે. આપણે જ્યાં ક્યાં પણ હોઈએ, ઉમરેઠ હંમેશા આપણી અંદર જીવતું રહે છે. આ જ લાગણીને જીવંત રાખવા માટે MyUmreth.com એક નાનું પરંતુ હૃદયથી કરેલું પ્રયત્ન છે—દુનિયાભરના દરેક ઉમરેઠીયાને એક જ મંચ પર લાવવા માટે. આ પ્લેટફોર્મનો હેતુ છે પેઢીઓ વચ્ચેનો અંતર ઘટાડવો, જૂની યાદોને ફરીથી તાજી કરવી અને આપણી વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવો. અહીં તમને ઉમરેઠના તાજા સમાચાર મળશે, જૂના મિત્રો અને સગાંઓ સાથે ફરીથી જોડાવાની તક મળશે, તેમજ શહેરના વ્યવસાય અને પ્રવૃત્તિઓની માહિતી પણ સરળતાથી મળશે. તમે નવી પેઢીના હો કે વર્ષોના અનુભવ સાથે જોડાયેલા હો—આ મંચ આપણી સૌની ઓળખ, આપણી માટી અને આપણી લાગણીઓને ફરીથી એક સાથે લાવવાનો પ્રયાસ છે. ચાલો, ફરી એકવાર ઉમરેઠ સાથે જોડાઈએ… એક પરિવાર તરીકે.
ઉમરેઠ વિશે આપ પાસે કોઈ માહિતી, યાદગાર ફોટોગ્રાફ્સ અથવા રસપ્રદ વિગતો હોય તો કૃપા કરીને અમને જરૂર મોકલો. આપનું યોગદાન આ વેબસાઇટને વધુ સમૃદ્ધ અને માહિતીસભર બનાવવામાં મદદરૂપ બનશે.
આપની માહિતી નીચે જણાવેલ લિન્ક પર ક્લિક કરી અમારા ફેસબુક એકાઉન્ટ માં DM કરી શકો છો
Explore the Heart of Umreth: Local Culture and Attractions



ભદ્રકાલી માતાની વાવ
ઉમરેઠના વડા બજાર વિસ્તારમાં ભદ્રકાલી માતાજીના મંદિર પાસે આવેલી આ પ્રાચીન વાવ શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની અનમોલ ધરોહર છે. માન્યતા મુજબ, વર્ષો પહેલાં વણઝારાઓ દ્વારા આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યારે ઉમરેઠ વેપાર અને સંસ્કૃતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું.
સાથે જ, સ્થાનિક પરંપરા અને ઐતિહાસિક સંદર્ભો મુજબ આ વિસ્તારના અનેક જળસંચય નિર્માણો સોલંકી યુગ દરમિયાન વિકસ્યા હતા, અને તે સમયના શાસક સિદ્ધરાજ જયસિંહની માતા રાણી મીનળદેવી દ્વારા ગુજરાતભરમાં અનેક વાવો અને તળાવો બંધાવાયા હતા. તેથી ભદ્રકાલી માતાની વાવ પણ આ જ સમયગાળાની અથવા તે પરંપરાથી પ્રેરિત હોવાની સંભાવના માનવામાં આવે છે.
તે સમયગાળામાં આ વાવ માત્ર પાણીનો સ્ત્રોત જ નહોતી, પરંતુ નગરજીવનનો કેન્દ્રબિંદુ હતી. આસપાસના વેપારીઓ અને લોકો માટે આ સ્થળ મળવા-બેઠકનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં વાવનું પાણી નગર માટે જીવદોરી સમાન હતું.
આ વાવની રચના અત્યંત સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી છે. લગભગ સાત મજલાની આ વાવમાં ઊંડાઈ તરફ ઉતરતી સીડીઓ અને દરેક સ્તરે અલગ ગોઠવણી જોવા મળે છે. અંતિમ કોઠા બાદ ઉપરના ભાગે એક પ્રાચીન કૂવો પણ આવેલો છે, જ્યાંથી પાણી બહાર કાઢવામાં આવતું હતું.
વાસ્તુશિલ્પની દૃષ્ટિએ, પથ્થરની મજબૂત રચના, ગોખલા અને દરેક મજલા ઉપર કોતરાયેલા શીલાલેખો તે સમયની કલા અને ઇજનેરી કુશળતાનું પ્રતિબિંબ છે. આ શીલાલેખો આજેય ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
આ રીતે, ભદ્રકાલી માતાની વાવ માત્ર જળસંચય પ્રણાલી નહીં, પરંતુ ઉમરેઠના સામાજિક જીવન, વેપાર સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાનનું જીવંત પ્રતીક છે—જે આપણને આપણા ગૌરવશાળી ભૂતકાળ સાથે જોડે છે.
શું તમારી પાસે ભદ્રકાલી માતાની વાવ વિશે વધુ માહિતી કે જૂના ફોટોગ્રાફ્સ છે?
અમારી સાથે જરૂર શેર કરો!

ચંદ્રમૌલેશ્વર મહાદેવ
ચરોતર પંથકમાં આવેલું ઉમરેઠ શહેર માત્ર એક નગર નથી, પરંતુ ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસનું જીવંત કેન્દ્ર છે. “છોટી કાશી” તરીકે ઓળખાતા ઉમરેઠમાં ચારેય દિશામાં ભગવાન શિવના મંદિરો આવેલાં છે, અને તેમાં સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ મંદિર છે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ.
ઇતિહાસ મુજબ ઉમરેઠ નગરની સ્થાપના લગભગ 1500 વર્ષ પહેલાં (વિક્રમ સંવત 555 / ઈ.સ. 499) થઈ હતી, અને તે પહેલાંથી જ આ સ્થળે ચંદ્રમૌલેશ્વર મહાદેવનું પવિત્ર સ્થાન અસ્તિત્વમાં હતું. આ દર્શાવે છે કે મંદિરનું મહત્વ શહેરની સ્થાપના કરતાં પણ પ્રાચીન છે. સોલંકી યુગ દરમિયાન મહારાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો, જે તેના ઐતિહાસિક મહત્વને વધુ મજબૂત બનાવે છે.
સ્થાનિક લોકવાયકા અનુસાર, આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે. કહેવામાં આવે છે કે એક ગાય દરરોજ એક જ સ્થળે દૂધ વહાવતી હતી, અને તપાસ કરતા ત્યાંથી જમીન નીચે શિવલિંગ મળ્યું હતું. આ કારણે આ મંદિર ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે.
ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરની એક અનોખી ઓળખ છે તેની આષાઢી તોલવાની પરંપરા, જે લગભગ 300 વર્ષથી ચાલી આવી છે. ગુરુપૂર્ણિમાના દિવસે મગ, ડાંગર, ઘઉં, ચણા, તલ, કપાસ, બાજરી સહિત લગભગ 10 પ્રકારના ધાન્યોને કાપડમાં બાંધીને મંદિરના ગોખમાં રાખવામાં આવે છે.
પછી બીજા દિવસે (આષાઢ સુદ એકમ) આ ધાન્યોને ફરી તોલવામાં આવે છે. જેમાં જે ધાન્યનું વજન વધે તે પાક સારો થાય અને જેનું વજન ઘટે તે પાકમાં ઘટાડો થાય એવી માન્યતા છે. આ પરંપરા ખેડૂતો માટે એક પ્રાચીન “લોકજ્ઞાન આધારિત આગાહી પદ્ધતિ” તરીકે માનવામાં આવે છે.
વિશેષ વાત એ છે કે આવી આષાઢી તોલવાની પરંપરા સમગ્ર ભારતમાં માત્ર કાશી અને ઉમરેઠમાં જ જોવા મળે છે.
મંદિરમાં મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન વિશાળ મેળાઓ અને નગરયાત્રાઓ યોજાય છે, જેમાં હજારો ભક્તો ભાગ લે છે. આ પ્રસંગો ઉમરેઠની ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખે છે.
આ રીતે, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર માત્ર એક પૂજા સ્થળ નથી, પરંતુ ઉમરેઠની આસ્થા, ઇતિહાસ, લોકજ્ઞાન અને પરંપરાનું અવિનાશી પ્રતિક છે—જે પેઢી દર પેઢી લોકોના જીવનને માર્ગદર્શન આપે છે.



ઉમરેઠ નુ ખારવા વાડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર.
Photo Courtesy by Pankaj Shah




વતનનો વૈભવ
શ્રી આઈ જી બાવાવાલા, વલ્લભ વિદ્યાનગર
ચાલો, મળીને બનાવીએ MyUmreth
ઉમરેઠ વિશે આપ પાસે કોઈ માહિતી, યાદગાર ફોટોગ્રાફ્સ અથવા રસપ્રદ વિગતો હોય તો કૃપા કરીને અમને જરૂર મોકલો. આપનું યોગદાન આ વેબસાઇટને વધુ સમૃદ્ધ અને માહિતીસભર બનાવવામાં મદદરૂપ બનશે.
આપની માહિતી શેર કરવા માટે “Contact Us” વિભાગનો ઉપયોગ કરો અને આજે જ આપનો સહભાગ નોંધાવો.

ઉમરેઠમાં જીવન સરળ છે, પણ લાગણીઓ બહુ ઊંડી છે—ઉતરાયણના પતંગોથી લઈને નવરાત્રીના ગરબા સુધી દરેક પળ યાદગાર બની જાય છે

વર્તમાન સમયની જરૂરિયાતને ઉમરેઠ નગરની ભવ્યતાનો ઇતિહાસ આપણા માધ્યમથી વિશ્વ ફલક સુધી પહોંચશે તે જાણીને હું મારો આનંદ વ્યક્ત કરું છું

Myumreth.com ના માધ્યમ થી ઉમરેઠ ને વિશ્વ ફલક પર લાવવાનો આ મૌલિક પ્રયાસ પ્રશંશનિય છે. Myumreth.com થકી સૌ ઉમરેઠ ના.લોકો ને વિચારો ની આપલે નું માધ્યમ મળ્યું છે

I saw myumreth.com. In which I found very nice and interesting and historical information about Umreth. it is really very useful. Wonderful
Help Our Cause
Your support enables us to meet our goals and make a real difference.
